ઈતિહાસ

વિકાસની કેડી પર સતત આગેકૂચ

  • ૧૯૩૫

    ૧/૪/૧૯૩૫ ના રોજ અંગ્રેજી ધો. ૧થી ૪ વાળી ખાનગી ભાગીદારીવાળી નવસારી બોર્ડિંગ સ્કૂલ શરૂ થઈ.

    ૧૧/૧૧/૧૯૩૫ ના રોજ નવસારી કેળવણી મંડળ અસ્તિત્વમાં આવ્યું.

    નવેમ્બરમાં નવસારી કેળવણી મંડળે નવસારી બોર્ડિંગ સ્કૂલનું સંચાલન સંભાળ્યું. આ સમયે શાળામાં વિદ્યાર્થીઓની સંખ્યા માત્ર ૯૦ હતી.

    ૨૨/૧૨/૧૯૩૫ ના રોજ શાળાને સરકારી માન્યતા મળી.

  • ૧૯૩૬

    અંગ્રેજી ધો.૭નો વર્ગ શરૂ થયો.

  • ૧૯૩૭

    માર્ચ માહિનામાં અત્યારે જે જગ્યા પર શાળા છે તે જગ્યા ઉપર ૨૫ વર્ષના ભાડા પટ્ટેની જમીન ઉપર મકાન બાંધવાની મંજુરી મળી..

    જૂનમાં વડોદરા રાજ્યના શિક્ષણાધિકારી શ્રી ભનોટના હસ્તે નવા મકાનનો લોકાર્પણ વિધિ સંપન્ન થયો.

  • ૧૯૪૨

    ભાડા પટ્ટાની જમીન રૂ. ૩૫૦૦૦માં નવસારી કેળવણી મંડળે વેચાતી લીધી..

    ઑગષ્ટ માસમાં “હિન્દ છોડો” લડતમાં મંડળના સંચાલકો, શાળાના શિક્ષકો તથા વિદ્યાર્થીઓનો મોટો ભાગ જેલમાં જતાં શાળા બંધ થઈ.

  • ૧૯૪૩

    શાળા ફરીથી શરૂ થઈ.

  • ૧૯૪૭

    ચાર ટ્રસ્ટીઓથી રચાયેલ ટ્રસ્ટનું નામ “નવસારી કેળવણી મંડળ” ચાલુ રખાયું.

  • ૧૯૪૮

    ૨૮/૬/૧૯૪૮ ના રોજ નવસારી કેળવણી મંડળ ટ્રસ્ટ તરીકે રજીસ્ટર થયું.

    નવસારી મિડલ સ્કૂલના અંગ્રેજી ધો. ૧,૨,૩ના વર્ગો બંધ થયા.

    નવસારી હાઇસ્કૂલના ધો. ૮ થી ૧૧ ના વર્ગોનો પ્રારંભ થયો.

  • ૧૯૫૧

    જૂનમાં મુંબઈ સરકારે નવસારી કેળવણી મંડળને દીનબાઈ દાબુ કન્યાવિદ્યાલયનું સંચાલન સોંપ્યું.

    નવસારી હાઇસ્કૂલ બોઈઝ શાળા બની.

  • ૧૯૬૫

    નવસારી કેળવણી મંડળ જમીન-મકાન , પુસ્તકાલય , પ્રયોગશાળા , જરૂરી સાધન સામગ્રી સહિતની હજારોના ટ્રસ્ટફંડવાળી સંસ્થા બની.

  • ૧૯૭૬

    સરકારશ્રીની નવી શિક્ષણનીતિ અનુસાર નવસારી હાઇસ્કૂલમાં ધો. ૧૧ - ૧૨ વિજ્ઞાન પ્રવાહના બે વર્ગો તથા સામાન્ય પ્રવાહ/ વાણિજ્ય વિભાગની ઉચ્ચતર માધ્યમિક અને દીનબાઈ દાબુ કન્યાવિદ્યાલયમાં ધો. ૧૧ - ૧૨ સામાન્ય પ્રવાહ/ વાણિજ્ય વિભાગની ઉચ્ચતર માધ્યમિક વિભાગની શરૂઆત થઈ.

  • ૧૯૭૯

    નવસારી કેળવણી મંડળના ટ્રસ્ટીઓએ ચેરીટી કમિશનર ગુજરાત રાજ્ય, અમદાવાદ પાસે આ ટ્રસ્ટને સોસાયટીનું સ્વરૂપ આપી, સંચાલન માટે ટ્રસ્ટી મંડળ અને શાળા સંચાલન માટે વ્યવસ્થાપક સમિતિની રચના કરવાની જોગવાઈ કરી.

  • ૧૯૮૯

    નવસારી હાઇસ્કૂલમાં સામાન્ય પ્રવાહ અંતર્ગત વિનયન વિભાગ શરૂ થયો.

  • ૧૯૯૩

    શ્રીમતી રંજનબેન એચ. દેસાઇ(ભૂતપૂર્વ આચાર્યાશ્રી દીનબાઇ દાબુ કન્યા વિદ્યાલય)ને ગુજરાત પ્રદેશ મધ્યસ્થ શિક્ષણ સમિતિ, મહેસાણા દ્વારા રાજ્યકક્ષાએ શ્રેષ્ઠ શિક્ષક પુરસ્કાર પ્રાપ્ત થયેલ છે.

  • ૧૯૯૪

    શ્રીમતી રંજનબેન એચ. દેસાઇ(ભૂતપૂર્વ આચાર્યાશ્રી દીનબાઇ દાબુ કન્યા વિદ્યાલય)ને ગુજરાત સરકારશ્રી તરફથી તથા ચંદેરિયા ફાઉન્ડેશન ઇન્ટર નેશનલ ઈન્સ્ટીટયૂટ, મુંબઈ તરફથી શ્રેષ્ઠ શિક્ષક એવોર્ડ પ્રાપ્ત થયેલ છે.

  • ૧૯૯૫

    શ્રીમતી રંજનબેન એચ. દેસાઇ( ભૂતપૂર્વ આચાર્યાશ્રી દીનબાઇ દાબુ કન્યા વિદ્યાલય )ને કેન્દ્ર સરકાર તરફથી શ્રેષ્ઠ શિક્ષક રાષ્ટ્રીય પુરસ્કાર પ્રાપ્ત થયેલ છે.

  • ૧૯૯૬

    નવસારી હાઇસ્કૂલમાં પ્રાથમિક વિભાગના ધો. ૫ થી ૭ ના વર્ગો શરૂ થયા

    જૂનથી દીનબાઇ દાબુ કન્યા વિદ્યાલયમાં પ્રાથમિક વિભાગના ધો. ૧ થી ૭ વર્ગોં શરૂ થયા .

  • ૧૯૯૮

    કન્યા પ્રવેશ શરૂ થતાં નવસારી હાઇસ્કૂલ બોઈઝ શાળામાંથી મિશ્રશાળા બની.

  • ૨૦૦૦

    જૂનથી નવસારી હાઇસ્કૂલ પ્રાથમિક વિભાગમાં જુ.કે.જી થી ધો ૪ ના વર્ગોં શરૂ થતાં જુ.કે.જી થી ધો – ૭ ની પ્રાથમિક શાળા બની.

    નવસારી હાઇસ્કૂલ નવીનીકરણ પ્રસંગે શેઠ શ્રી હીરાલાલ છોટાલાલ પારેખ પરિવાર, શ્રી મહેન્દ્રભાઈ છોટુભાઈ પટેલ તેમજ શ્રી ભુલાભાઈ વનમાળીભાઈ પટેલ (આસ્તા) ની ઉદ્દાત સખાવત દ્વારા (૧) શેઠશ્રી હીરાલાલ છોટાલાલ પારેખ, નવસારી હાઇસ્કૂલ (૨) સીમા પટેલ ઉચ્ચતર માધ્યમિક વિભાગ (૩) શ્રીમદ્ રાજચંદ્ર પ્રાથમિક વિદ્યાલય તથા લાલભાઇ નાયક ઠાકોરભાઈ દેસાઈ વિદ્યાસંકુલ નામકરણ અસ્તિત્વમાં આવ્યું.

  • ૨૦૦૨

    જૂનમાસથી નવસારી હાઇસ્કૂલ પ્રાથમિક વિભાગમાં ધો. ૧ થી ૭ ના બે-બે વર્ગોં શરૂ થયા .

  • ૨૦૦૩

    નવસારી હાઇસ્કૂલનું નવું નમાભિધાન “ શેઠ એચ. સી . પારેખ નવસારી હાઇસ્કૂલ “ નવસારી થયું.

    જુલાઈમાં નવસારી હાઇસ્કૂલના પ્રાથમિક વિભાગને “શ્રીમદ્ રાજચંદ્ર પ્રાથમિક વિદ્યાલય” નામ અપાયું.

  • ૨૦૦૪

    નવસારી કેળવણી મંડળે દાતા ટ્રસ્ટીઓની નવી જોગવાઈની યોજના સંયુક્ત ચેરીટી કમિશનર સુરત વિભાગ દ્વારા મંજુર કરાવી.

    દિનબાઇ દાબુ કન્યા વિદ્યાલયમાં પ્રાથમિક વિભાગમાં જુ.કે.જી વર્ગોનો પ્રારંભ થયો.

  • ૨૦૦૯

    ગુજરાત સરકારનાં શિક્ષણવિભાગ દ્વારા અને ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક બોર્ડ ગાંધીનગર મારફત થર્ડ પાર્ટી ઇવેલ્યુએશન કરતાં શાળા વર્ષ ૨૦૦૮-૨૦૦૯ ના વર્ષ માટે ‘ઉત્કૃષ્ટ શાળા’ તરીકે પસંદ થયેલ છે. અને રૂ. ૧૦,૦૦૦/-(દસ હજાર) નો રોકડ પુરસ્કાર તથા ઉત્કૃષ્ટ શાળા એવોર્ડ બદલ પ્રશસ્તિપત્ર પ્રાપ્ત થયેલ છે.

  • ૨૦૧૩

    માનનીય મુખ્યમંત્રીશ્રી કન્યા કેળવણી નિધિની યોજના નં-૧૧ અંતર્ગત શાળાનું એચ.એસ.સી. માર્ચ -૨૦૧૩ ની પરીક્ષામાં કન્યાઓનું પરિણામ ૧૦૦% મેળવવા બદલ રૂ.૧૧,૦૦૦/-(અગિયાર હજાર) નો પુરસ્કાર અને ગુજરાત સરકાર ગાંધીનગર તરફથી અભિનંદન પત્ર મળેલ છે.

  • ૨૦૧૪

    રાજ્ય કક્ષાએ શ્રેષ્ઠ શાળા તરીકે ઉપસી આવવા પ્રેરાય તે માટે પ્રોત્સાહક ઈનામ આપવામાં સરકારશ્રીના શિક્ષણવિભાગના તા:- ૧૭/૦૯/૨૦૧૪ ના ઠરાવ અંતર્ગત વર્ષ:- ૨૦૧૩-૨૦૧૪ માં નવસારી જિલ્લાની પ્રથમ ક્રમની શ્રેષ્ઠ શાળા તરીકે પસંદગી થતાં પ્રોત્સાહન ઈનામ તરીકે રૂ. ૧,૦૦,૦૦૦/-(અંકે રૂપિયા એક લાખ )નો પુરસ્કાર શાળાને મળેલ છે.

    વર્ષ ૨૦૧૩-૧૪ માં શ્રેષ્ઠ શાળા તરીકે સમગ્ર રાજ્યમાં દ્વિતીય ક્રમે પસંદગી થવા બદલ પ્રશસ્તિપત્ર તથા પ્રોત્સાહન ઈનામ તરીકે આપણી શાળાને વર્ષ ૨૦૧૩-૧૪માં ગુજરાત રાજ્યની શ્રેષ્ઠ શાળાના દ્વિતીય ક્રમનો રૂ. ૩,૦૦,૦૦૦(અંકે રૂપિયા ત્રણ લાખ)નો પુરસ્કાર તથા પ્રશસ્તિપત્ર ગુજરાત સરકાર દ્વારા મળ્યો.

  • ૨૦૧૫

    માનનીય મુખ્યમંત્રીશ્રી કન્યા કેળવણી નિધિની યોજના નં-૧૧ અંતર્ગત શાળાનું એચ.એસ.સી. માર્ચ -૨૦૧૫ ની પરીક્ષામાં કન્યાઓનું પરિણામ ૧૦૦% મેળવવા બદલ રૂ.૫૦,૦૦૦/-(પચાસ હજાર) નો પુરસ્કાર અને ગુજરાત સરકાર ગાંધીનગર તરફથી અભિનંદન પત્ર મળેલ છે.

  • ૨૦૧૭

    શાળાના આચાર્ય શ્રી રાજેષભાઈ ટંડેલને રાજ્યના શ્રેષ્ઠ આચાર્યનો એવોર્ડ મળ્યો.