સંસ્થા વિષે

સંસ્થાનું નામ :

નવસારી કેળવણી મંડળ, નવસારી

સંસ્થા દ્વારા સંચાલિત શાળાઓ:

 • શેઠ હીરાલાલ છોટાલાલ પારેખ નવસારી હાઇસ્કૂલ, નવસારી અને સીમા પટેલ ઉચ્ચતર માધ્યમિક વિદ્યાલય
 •  શ્રીમદ્ રાજચંદ્ર પ્રાથમિક વિદ્યાલય
 • દીનબાઈ દાબુ કન્યા વિદ્યાલય (ડી. ડી. હાઈસ્કૂલ ફોર ગર્લ્સ -સેકન્ડરી)
 • દીનબાઈ દાબુ કન્યા વિદ્યાલય(ડી. ડી. હાઈસ્કૂલ ફોર ગર્લ્સ -પ્રાયમરી)

સ્થાપના : ૧૯૩૫

નવસર્જન : ૨૦૦૪

સંસ્થા  વિષે :

ઈ. સ. ૧૯૩૫ના વર્ષમાં નવસારી કેળવણી મંડળ અને નવસારી હાઇસ્કૂલની સ્થાપના, નવસારી વિભાગના શ્રી લાલભાઇ ડાહ્યાભાઈ નાયક, શ્રી ઠાકોરભાઈ મણીભાઈ દેસાઈ તેમજ શ્રી રઘુનાથજી હરિભાઈ નાયક જેવા આગેવાનોએ કરી હતી, એઓ મહાત્મા ગાંધીના ચુસ્ત અનુયાયીઓ અને સ્વાતંત્ર સંગ્રામના આંદોલનના સૈનિકો હતા, જેમનું જીવન હંમેશાં પ્રેરણાદાયક રહ્યું છે તેઓ એ ખાનગી ભાગીદારીથી શરૂ કરી ટ્રસ્ટ સ્વરૂપે રૂપાંતર કરી સંસ્થાનું સંચાલન કર્યું હતુ.

સમયાંતરે શ્રી ઈશ્વરલાલ નાગરજી નાયક, શ્રી જનશંકર મનુશંકર દવે, શ્રી છોટુભાઈ ભીખાભાઈ પટેલ, શ્રી નટવરલાલ મણીભાઈ દેસાઈ, શ્રીપાદ્  રઘુનાથ ફળણીકર જેવા વિદ્વાન, દીર્ઘદ્દ્ષ્ટા મહાનુભાવો સાથે પાયાના પત્થર તરીકે કામ કરી મજબૂત ઈમારત ચણવામાં મંડળને દિશા આપી.

૧૯૫૧ ના વર્ષમાં નામદાર મુંબઈ રાજ્ય સરકારે, સરકારી યોજના મુજબ, દીનબાઈ દાબુ કન્યા વિદ્યાલયના રાજરત્ન દીનશાહ રતનજી દાબુની સંમતી સાથે તેમના માતબર દાન રાશીના સહયોગથી નવસારી કેળવણી મંડળને  દીનબાઈ દાબુ કન્યા વિદ્યાલયનું સંચાલન સોપ્યું. જેના પ્રથમ આચાર્ય ગુલાબભાઈ રઘનાથજી દેસાઈ હતા.

નવસારી કેળવણી મંડળના ટ્રસ્ટીઓએ ઈ. સ. ૧૯૭૯ માં ચેરીટી કમિશનર ગુજરાત રાજ્ય, અમદાવાદ પાસે આ ટ્રસ્ટને સોસાયટીનું સ્વરૂપ આપી, સંચાલન માટે ટ્રસ્ટી મંડળ અને શાળા સંચાલન માટે વ્યવસ્થાપક સમિતિની રચના કરવાની જોગવાઈ કરી. આ ઐતિહાસિક કહી શકાય એવો નિર્ણય લઇ યોજના મંજુર કરાવી જે યોજના મુજબ ૧૯૭૯ થી કેળવણી મંડળનો વહીવટ ચાલે છે. સમયાંતરે શ્રી અંબેલાલ બાવાભાઈ પટેલ (એડવોકેટ), ધીરુભાઈ નાથુભાઈ ગાંધી, નરેન્દ્રભાઈ હીરાલાલ પારેખ, વિરેન્દ્રભાઈ નટવરલાલ દેસાઈ (એડવોકેટ)  અને રમણભાઈ મકનજી પટેલ જેવા આગેવાનોએ સંસ્થાના સુકાની તરીકે સંસ્થાની પ્રગતિમાં યોગદાન આપ્યું. ઈ. સ. ૨૦૦૦ ના વર્ષમાં નવસારી હાઇસ્કૂલના નવીનીકરણ પ્રસંગે શેઠ હીરાલાલ છોટાલાલ પારેખ, શ્રી મહેન્દ્રભાઈ છોટુભાઈ પટેલ તેમજ શ્રી ભુલાભાઈ વનમાળીભાઈ પટેલ (આસ્તા) ની ઉદ્દાત સખાવત દ્વારા (૧) શેઠશ્રી હીરાલાલ છોટાલાલ પારેખ, નવસારી હાઇસ્કૂલ (૨) સીમા પટેલ ઉચ્ચતર માધ્યમિક વિભાગ (૩) શ્રીમદ્ રાજચંદ્ર પ્રાથમિક વિદ્યાલય તથા લાલભાઇ નાયક, ઠાકોરભાઈ દેસાઈ વિદ્યાસંકુલ નામકરણ અસ્તિત્વમાં આવ્યું .

ઈ. સ. ૨૦૦૪માં નવસારી કેળવણી મંડળે દાતા ટ્રસ્ટીઓની નવી જોગવાઈની યોજના સંયુક્ત ચેરીટી કમિશનર સુરત વિભાગ દ્વારા મંજુર કરાવી.

સંસ્થાના ઉદ્દેશો :

 • શાળાના વાતાવરણથી એવી સંવાદિતા રચાય કે જેથી વિદ્યાર્થી સારા પરિણામની સાથે ઉત્તમ ચારિત્ર ઘડતર કરે.
 • “ માતૃભાષામાં જ શિક્ષણના ઉત્તમ વિચારને વળગી રહીએ” અને સાથે સાથે વૈશ્વિક ભાષા અંગ્રેજી વિષયમાં વિદ્યાર્થી પાછા ન પડે તેવી અંગ્રેજી વિષયની શિક્ષણ વ્યવસ્થા.
 • સતત વધતા જતા જ્ઞાન અને જ્ઞાનવર્ધક સંસાધનોને અપનાવવા.
 • વિષય શિક્ષણની સાથે મૂલ્ય-શિક્ષણને મહત્વ આપવું.
 • સમાજના કોઈપણ સ્તરમાંથી આવતા વિદ્યાર્થી ને પોતાના જીવન નિર્વાહની વ્યવસ્થા કરવા સક્ષમ બનાવવાનો અભિગમ.
 • શ્રેષ્ઠ ટીમવર્કનું ઉદાહરણ : શાળાના ઉદ્દેશ્યને પાર પાડવા સંચાલક મંડળ, આચાર્ય, શિક્ષકો અન્ય ટીમનો દરેક સદસ્ય પોતાની ફરજ પૂર્ણપણે ગુણવત્તાયુક્ત નિભાવે અને પોતાના કામમાં ઉત્તમ પ્રદાન કરવાનો ઉદ્દેશ્ય.

વિદ્યાર્થીઓની કેળવણી અને ઘડતર માટેના ઉદ્દેશો:

 • સત્ય કહેતા કદી ડરે નહિ. પછી ભલે ગમે તે પરિણામો આવે એવો સત્ય વક્તા.
 • પોતાના પ્રયત્નોનું પરિણામ જોવા રાહ જોવી પડે તો પણ તે ઉત્સાહ ન ગુમાવે એવો ધીરજવાન.
 • સફળતામાં તેમજ નિષ્ફળતામાં તે સમતા જાળવે એવો સ્વસ્થ.
 • અનેક પરાજયો મળે તો પણ છેવટના વિજય માટે હમેશાં લડતો જ રહે એવો હિંમતવાન.
 • શિસ્તનું તે પાલન કરે, પ્રામાણિક હોય એવો ન્યાયી અને આજ્ઞાંકિત બની રહે.
 • ઉત્તમ માણસ અને પ્રબુદ્ધ નાગરિક બને.

 નવસારી કેળવણી મંડળ સંચાલિત શાળાઓની ભૌતિક તેમજ શૈક્ષણિક સુવિધાઓ:

 • શહેરની મધ્યમાં આકર્ષક મકાન ધરાવતી શાળાઓ.
 • દરેક વર્ગખંડમાં માઇકની સુવિધા થકી પ્રાર્થનાથી શુભારંભ.
 • હવા ઉજાસવાળા સંપૂર્ણ સ્વચ્છ વર્ગ ખંડો.
 • શાળામાં C.C.T.V. કેમેરાની સુવિધા.
 • શાળામાં આધુનિક કોમ્પ્યુટર લેબ.
 • વિજ્ઞાન વિષય માટે સાધન સજ્જ પ્રયોગશાળા.
 • હોમ સાયન્સ માટે અલગ સાધન સજ્જ વિશાળ વર્ગખંડ.
 • વૈવિધ્યસભર અને વિશાલ શ્રેણીના પુસ્તકો, મેગેઝીન, સમાચારપત્રોથી ભરપુર પુસ્તકાલય.
 • અદ્યતન સુવિધા સાથે અદ્યતન વહીવટી ઓફિસ.
 • વિશાળ સભાખંડ.
 • ઇન્ટરનેટ સુવિધા, ફોટો સ્ટેટ ફેસીલીટી.
 • ડેડીકેટેડ અને ક્વોલીફાઈડ સ્ટાફ.
 • કેન્ટીન સુવિધા.
 • રમત ગમતનું વિશાળ મેદાન.
 • પ્રેરણાદાયી સ્લોગન, સુત્રો, ચિત્રોથી સજ્જ શૈક્ષણિક સંકુલ.
 • પાર્કિંગ સુવિધા.
 • ઇઝી એડમીન સુવિધા.
 • વિદ્યાર્થીઓ માટે કલ્યાણનિધિ ફંડ.