નવસારી કેળવણી મંડળ, નવસારી હાઈસ્કૂલ,નવસારી.
દીનબાઈ દાબુ કન્યા વિદ્યાલય (ડી.ડી. હાઈસ્કૂલ ફોર ગર્લ્સ)

ઈ. સ. ૧૯૩૫ના વર્ષમાં નવસારી કેળવણી મંડળ અને નવસારી હાઇસ્કૂલની સ્થાપના, નવસારી વિભાગના શ્રી લાલભાઇ ડાહ્યાભાઈ નાયક, શ્રી ઠાકોરભાઈ મણીભાઈ દેસાઈ તેમજ શ્રી રઘુનાથજી હરિભાઈ નાયક જેવા આગેવાનોએ કરી હતી. એઓ મહાત્મા ગાંધીના ચુસ્ત અનુયાયીઓ અને સ્વાતંત્ર સંગ્રામના આંદોલનના સૈનિકો હતા. જેમનું જીવન હંમેશાં પ્રેરણાદાયક રહ્યું છે. તેઓ એ ખાનગી ભાગીદારીથી શરૂ કરી ટ્રસ્ટ સ્વરૂપે રૂપાંતર કરી સંસ્થાનું સંચાલન કર્યું હતું.

સમયાંતરે શ્રી ઈશ્વરલાલ નાગરજી નાયક, શ્રી જનકશંકર મનુશંકર દવે, શ્રી છોટુભાઈ ભીખાભાઈ પટેલ, શ્રી નટવરલાલ મણીભાઈ દેસાઈ, શ્રીપાદ્દ્ર રઘુનાથ ફળણીકર જેવા વિદ્વાન, દીર્ઘદ્દષ્ટા મહાનુભાવો સાથે પાયાના પત્થર તરીકે કામ કરી મજબૂત ઈમારત ચણવામાં મંડળને દિશા આપી.

વધુ માહિતી »

પ્રમુખશ્રીનો સંદેશ

શ્રી ગિરીશભાઇ હરિપ્રસાદ દેસાઈ

આત્મીય જિજ્ઞાસુઓ, જયારે સમગ્ર યુરોપ અને દુનિયા આખી અજ્ઞાનના અંધકારમાં હતી ત્યારે ભારત સુસંસ્કૃત હતું કારણ ભારત શિક્ષિત હતું. આપણને ગુલામીની બેડી પહેરાવનાર ઇસ્ટ ઇન્ડિયા કંપનીએ બંગાળના એક જીલ્લાનો આ સંદર્ભે સર્વે કરાવ્યો હતો...

વધુ વાંચો »

મંત્રીશ્રીનો સંદેશ

શ્રી તુષારકાંત ઝીણાભાઈ દેસાઈ

ભણાવવા કરતાં ‘કેળવવા’ શબ્દ વધારે સારો છે. આપણા કોશમાંથી ‘ભણાવવું’ શબ્દ આપણે કાઢી નાંખવો જોઈએ. આપણે બાળકોને કેળવવા છે. ભણાવી શકાય તો તે ‘વિષય’ કવિતા, ગણિત, ઈતિહાસ ભણાવી શકાય. પણ આપણે તો બાળકોને કેળવવા છે...

વધુ વાંચો »

સ્થાપક સભ્યો

શ્રી લાલભાઇ ડાહ્યાભાઈ નાયક

શ્રી ઠાકોરભાઈ મણીભાઈ દેસાઈ

શ્રી રઘુનાથજી હરિભાઈ નાયક

શ્રી ઈશ્વવરલાલ નાગરજી નાયક

ટ્રસ્ટ દ્વારા સંચાલિત શાળાઓ